Cocktail Zindagi - ઓગસ્ટ 2018
Gujarati | 132 pages | True PDF | 19.0 MB
Gujarati | 132 pages | True PDF | 19.0 MB
આ ઇશ્યુ માટે સિનિયર પત્રકાર ભાર્ગવ પરીખે ગુજરાતના ચીફ મિનિસ્ટર વિજય રૂપાણીનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુ ર્ક્યો છે. ‘કૉકટેલ ઝિંદગી’ને આપેલી લાંબી મુલાકાતમાં વિજયભાઈએ તેમના જીવનની ઘણી અજાણી વાતો શૅર કરી છે.
આ અંકમાં વાચકો માટે એક પ્લેઝન્ટ સરપ્રાઈઝ પણ છે. ઘણા વાચકો માગણી કરી રહ્યા હતા કે કોમર્સ-બિઝનેસ વિષયક પણ કશુંક આપો. વાચકોની એ માગણીને માન આપીને આ અંકથી ‘કૉકટેલ ઝિંદગી’માં બે કૉલમ શરૂ કરી રહ્યા છીએ. વાચકોને જાણીને આનંદ થશે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જના સી.ઈ.ઓ. અને મૅનેજિંગ ડિરેક્ટર આશિષકુમાર ચૌહાણ તેમના અત્યંત બિઝી શૅડ્યુલમાંથી સમય કાઢીને ‘કૉકટેલ ઝિંદગી’ માટે ‘પૉઇન્ટ ઑફ વ્યુ’ કૉલમ લખશે. આ ઇશ્યુમાં તેમણે તેમની કૉલમમાં ઇન્શ્યૉરન્સ સેકટરના બ્રાઇટ ફ્યુચર વિશે વાત કરી છે. આ ઉપરાંત આ ઇશ્યુથી સિનિયર પત્રકાર જયેશ ચિતલિયાની ‘બિઝનેસ સ્પેશિયલ’ કૉલમ શરૂ કરી રહ્યા છીએ. તેમણે આ વખતે જુદા-જુદા ક્ષેત્રના મહારથીઓને અને એક્સપર્ટ્સને મળીને જીએસટીના એક વર્ષનું સરવૈર્યું કાઢ્યું છે.
આ ઉપરાંત પણ આ અંકમાં ઘણી રસપ્રદ વાચનસામગ્રી છે. રાજુ દવેએ બૉલીવુડ-ટેલીવુડના જાણીતા એક્ટર દયાશંકર પાંડેની ખાસ મુલાકાત લીધી છે તો નંદિની ત્રિવેદી બે સામાન્ય મહિલાઓની અસામાન્ય જીવનકથા લઈ આવ્યાં છે. આ સિવાય સિનિયર પત્રકાર રાજ ગોસ્વામીએ ઓશો અને ઓશોને દત્તક લેનારા અંબાલાલ પટેલ તથા મા આનંદ શીલા વિશે માહિતીસભર લેખ લખ્યો છે. ઓશો પર બનેલી ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘વાઇલ્ડ વાઇલ્ડ ક્ધટ્રી’ને કારણે ઓશો ફરી મીડિયામાં ચમકી રહ્યા છે ત્યારે વાચકોને આ લેખ વાંચવાની મજા પડશે.
આ ઉપરાંત કાન્તિ ભટ્ટ, સંજય છેલ, જય વસાવડા, અશોક દવે, દીપક સોલિયા, નરેશ શાહ જેવા લોકપ્રિય લેખકોની કૉલમ્સ તો આ અંકમાં વાંચવા મળશે જ. જોકે કાજલ ઓઝા-વૈદ્ય અમેરિકાના પ્રવાસે ગયા હોવાથી આ વખતે તેમની કૉલમ ગેરહાજર છે.
આશા છે કે ‘કૉકટેલ ઝિંદગી’ના બીજા બધા ઇશ્યુની જેમ આ ઇશ્યુ પણ વાચકોને પસંદ પડશે જ.
-આશુ પટેલ