Cocktail Zindagi - ઓક્ટોબર 2018
Gujarati | 132 pages | True PDF | 24.8 MB
Gujarati | 132 pages | True PDF | 24.8 MB
આ અંકમાં અમે નવરાત્રિ-દશેરા વિશે કવરસ્ટોરી કરી છે. દેશના જુદા-જુદા વિસ્તારોમાં કઈ રીતે નવરાત્રિ અને દશેરાની ઉજવણી થાય છે એની રસપ્રદ માહિતી દીપક પટેલ લઈ આવ્યા છે. તમિલનાડુના તુતીકોરિન જિલ્લાના કુલશેખરપટ્ટીનમના મુથરામન મંદિરમાં નવરાત્રિ અને દશેરાના દસ દિવસ દરમિયાન પંદર લાખથી વધુ ભક્તો ઉમટી પડે છે. આ ભક્તો પોતાનો અહંકાર ઓગાળવા માટે ભિખારી કે વાંદરાનો વેશ ધારણ કરે છે અને ભીખ માગે છે!
આ અંક માટે રાજુ દવે પ્રખ્યાત ફિલ્મ અભિનેતા શર્મન જોશીનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુ લઈ આવ્યા છે, જેમાં શર્મન જોશીએ પોતાના જીવનની ઘણી મજેદાર વાતો શૅર કરી છે. તેમણે કહ્યું છે કે જો હું અભિનયના ક્ષેત્રમાં સફળ ન થયો હોત તો ક્રિમિનલ લૉયર બન્યો હોત!
આ ઉપરાંત પ્રખ્યાત ફૅશન ડિઝાઈનર શાયના એનસીની મુલાકાત આ અંકમાં વાંચવા મળશે. તો જાણીતી ગાયિકા ભૂમિ ત્રિવેદીનો ઈન્ટરવ્યુ પણ આ અંકમાં છે. આ ઈન્ટરવ્યુ કૃપા જાની શાહે લીધો છે. તેમણે આ વખતે બૉલીવુડનાં ગીતકાર-ગાયિકા પ્રિયા સરૈયાની મુલાકાત પણ લીધી છે. તો હીર ખાંટ એક એવા યુવાનની વાત લઈ આવ્યાં છે જેણે દેશના સંખ્યાબંધ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને મદદરૂપ બનવા માટે મિશન હાથ ધર્યું છે. નિર્મલ પટેલ આ અંક માટે 2008ના મુંબઈ પરના આતંકવાદી હુમલા વખતે આતંકવાદીઓ સામે ઝઝૂમીને રિયલ હીરો સાબિત થયેલા એક્સ મરીન કમાન્ડો પ્રવીણ તેવત્યાની અનોખી જીવનકહાણી લઈ આવ્યા છે.
સિનિયર પત્રકાર જયેશ ચિતલિયાએ આ અંક માટે પાંચ ફાઈનૅન્શિયલ મહિલા પ્લાનર્સને મળીને સ્પેશિયલ સ્ટોરી તૈયાર કરી છે કે શા માટે મહિલાઓએ પણ ફાઈનૅન્શિયલ પ્લાનિંગ કરવું જોઈએ. જ્યારે બીના સરૈયા-કાપડિયા આ વખતે લોકપ્રિય ટીવી સિરિયલ ‘તેનાલીરામા’ના સેટ પર એક દિવસ ગાળીને આ સિરિયલની પડદા પાછળની રસપ્રદ વાતો જાણી લાવ્યાં છે. આ સિવાય જગતના ટોચના બિલ્યનેર્સમાં સ્થાન ધરાવતા ચાઈનીઝ બિઝનેસ ટાઈકૂન જૅક માની લાઈફસ્ટાઈલ અને તેમની જિંદગી વિશે રાજીવ પંડિતે એક સ્પેશિયલ સ્ટોરી લખી છે.
આ અંકમાં કાન્તિ ભટ્ટ, અશોક દવે, બૉમ્બે સ્ટોક એક્સચેન્જના સી.ઈ.ઓ.-એમ.ડી. આશિષ ચૌહાણ, સંજય છેલ, જય વસાવડા, નરેશ શાહ, ડૉક્ટર જે.જે.રાવલ, સંગીતા જોશી-સુધીર શાહ સહિતના જાણીતા લેખકોની નિયમિત કૉલમ્સ વાંચવા મળશે. આ વખતે અનિવાર્ય સંજોગોના કારણે કાજલ ઓઝા-વૈદ્ય, વિક્રમ વકીલ અને દીપક સોલિયાની કૉલમ્સ ગેરહાજર છે.
- આશુ પટેલ